ભલે ને આ મઢુલી અમારી ઢળેલી છે
પણ તમારી હવેલી ને તો અડેલી છે
વાત નથી કરતો બદલાયેલા જમાના ની
છેલ્લે તો મીણબત્તી એ ઓગળેલી છે
હું જે મેળવી શક્યો દોસ્ત મારી મહેનત થી
ને તમે કહોછો ખુદા ની દુવા ફળેલી છે
સત્ય ની રાહ મા આટલું હું લખી શક્યો
આ કલમ કાંઈ થોડી રસ્તે થી જડેલી છે
અમોને સાહેબ તમે શુ બાળી શકશો
આવ્યું છુ ત્યારથીજ જીંદગી બળેલી છે
કે બી સોપારીવાલા