સમજાતું નથી આ જિંદગી
જોને રોજ સતાવી જાય
ક્યાં કશુંય આપણું છે.....?
છતાં તલસાવી જાય......
સમજાતું નથી આ જિંદગી
જોને રોજ સતાવી જાય
હું કરું હું કરું નાં પોકળ દાવા થાય
એમાં બિચારા નિર્દોષ ફસાય જાય
ઓંચિંતાની મુસીબતો
આફતોના વાયરા ફૂકી જાય
પસ્તાવો નિસાસા નાખે આ શું થાય ?
સમજાતું નથી આ જિંદગી
જોને રોજ સતાવી જાય
છીણવી લીધું મારું હાસ્ય
જોને ઉદાસીનું મોજું
ઉપહાર કરી જાય
શું કરવું હવે.....વાવાજોડું બની
એ તો ફના કરી જાય
આ જિંદગી આમ જ તરસાવી જાય
સમજાતું નથી આ જિંદગી
જોને રોજ સતાવી જાય

The Flower of Word by Vedvyas Mishra
The novel 'Nevla' (The Mongoose) by Vedvyas Mishra



The Flower of Word by Vedvyas Mishra




