તારા આગમન નો રણકાર હું સાંભળી ગયો
હું રાહ માં હતોજ ને તું આવી ગયો
પ્રેમ કરવાની રીત હજી શીખ્યોજ નહોતો
ત્યાં કેમ કરી તારી જુલ્ફો મા ગુંચવાઈ ગયો
તું આવતી શરમાતી ને જાય પણ શરમાતી
તારા પાંપણ ના પલકારે હું ભીંજાઈ ગયો
ઝખમ મને લાગશે તો દોષી ઠરીશ તું
તારી નજર ના તીર થી હું વીંધાઈ ગયો
અવગણના ના કરીશ મારી કદીયે તું
મેં હાથ ફેલાવ્યા ને ખુદા પણ માની ગયો
કે બી સોપારીવાલા