આવો જરા નજીક તો વાતો કરીયે
અંત અનંત ની ચીંતા છોડી શરૂઆત કરીયે
રસભરી જીંદગી નો ત્યારે સમજાશે અર્થ
સામે હો પાંચ જણ તો કબૂલાત કરીયે
દરવાજો ઉઘડશે ત્યારેજ આકાશ દેખાશે
આ ગૂંગી દીવાલો ને પણ સાંભળતી કરીયે
દરિયા ની વચ્ચોવચ જવું જરૂરી નથી પણ
કીનારે પહોંચાય એટલી તો મથામણ કરીયે
કે બી સોપારીવાલા