ઓ મૌસમ
મારે એક ગઝલ તારી લખવી હતી
ઈશારા તારા અનેકો થયા મગર
હૂ મજબૂર હતી એવી....
શુ કહુ તને શુ વ્યથા હતી મારી..
મારા મનના મંથનમા ઉફાન ભયંકર હતુ
નજરોમા નિરાસા હતી,
તને નિરખી હુ અવાક હતી
ઓ મૌસમ..........
મારે એક ગઝલ તારી લખવી હતી
તોફાની હલચલ,
વાયુ વેગે પ્રસરી હતી
તનની તાલાવેલીમા,
શાંતીને 'મૈ' સંઘરી હતી
હુ જાણુ છુ મારા શબ્દોને.......
"મૈ' મૌતની સૌગાત આપી હતી.....
ઓ મૌસમ..........
મારે એક ગઝલ તારી લખવી હતી
આ હાથોને 'મૈ' રોક્યા હતા,
નહિતર કલમની પુકાર હતી......
આગળીઓને ઇશારે કાગળ ઉપર
લખવાની ખેવનામા અધીરાઈ હતી....
પણ હું મજ્બૂર હતી એવી.......
શુ કહુ તને શુ વ્યથા હતી મારી...
નજરોમા નિરાશા હતી,
તને નિરખી હુ અવાક હતી.....
ઓ મૌસમ..........
મારે એક ગઝલ તારી લખવી હતી
મન મારુ બેહદ રોતુ હતુ
ખરેખર કરુણામા એ ગરકાવ હતુ
ભાવના મારી છુપાવીને.....
બાહ્ય એ હસતુ હતુ
ધીમેથી કહ્યુ એને મને.. '
મૈ' શબ્દોને છુપાવ્યા છે
યાદોમા સમાવ્યા છે...પછી....
સમયને કહજે તુ ફુરસદે મળજે મને..
ચરિતાર્થ આ મૌસમને મારે કરવી છે
હૈયામા હવે ઉર્મિ છે.... 😊
મારે લખવી એક ગઝલ છે
નજરોમા હવે રાહત છે......
ઓ મૌસમ.........
મારે એક ગઝલ તારી લખવી છે....