કવિતામાં કંઈક કેટલાંય કામણ હોય
એ તો કવિની અંતર મનની સૂઝ હોય
આસપાસની કથિત ઘટનાઓ હોય
એમાં સદા સત્ય જ છલકાતું રહ્યું હોય
કેવું અદભૂત સર્જન દર્પણ સ્વરૂપે હોય
છલોછલ ભરેલી સંવેદનાઓ ગાતી હોય
રાગ લાગણી સદા હ્રદય સ્પર્શી હોય
કાનોમાં અને તનમનમાં અસર કર્તા હોય
હૈયાની વાણી શબ્દો થકી અંકુરિત થઈ હોય
શાણપણ સમજનાં મોજાં હિલોળા લેતા હોય
અમસ્તું જ ક્યાંય એમ જ નિરૂપણ ન હોય
મંથન અને જીવન નું યુધ્ધ કેટલુંય થયું હોય
ત્યારે સાહિત્યનું કવિએ કર્યુ ઉત્તમ સર્જન હોય
ત્યાં માન સમ્માન સુવાસ સંગીત રેલાવતા હોય
અભરખા કવિના કવિતામાં માત્ર ઉદ્દેશપૂર્ણ હોય
ત્યાં વહેમ શંકાના વાદળોનો વરસાદ ન હોય
સંતાપ આપે છે વેદના તે અનુભવ્યા ખુદ હોય
પછી અવગણના કે અપમાન કયારેય ન હોય

The Flower of Word by Vedvyas Mishra
The novel 'Nevla' (The Mongoose) by Vedvyas Mishra



The Flower of Word by Vedvyas Mishra




