સળંગ જીવી જવાથી રચનાઓ લખાતી નથી
ને સ્વપન જોનારા થી રચના રચાતી નથી
નહિ તો પ્રેમ કરનારા બધા ગઝલકાર હોત
પહેલા કારણ બનવુ પડે પણ બનાતુ નથી
સૈફ જેવા જન્મ્યા ત્યાં એ ધરતી ને ચુમવી પડે
માત્ર આંખો ના પાંપણ થી રચના લખાતી નથી
હૃદય ની વાત લખવી હોય તો પાત્ર પણ જોઈએ
કોઈ સરનામાં વગર ક્યાંયે ટપાલ લખાતી નથી
કે બી સોપારીવાલા