આજ મારી આંખો મા દેખાયું ચોમાસુ
હૃદય ની લહેર ને જાગૃત કરી ગયું ચોમાસુ
વીજળી આભ મા મચાવતી રહી તોફાન
ને ધરતી ના દીલ મા ગાતુ રહયું ચોમાસુ
બુંદ-બુંદ વરસતું રહયું આખી રાત
સવારે જોયું તો પાન બની ફુટ્યુ ચોમાસુ
આકરા ઉનાળા પછી ધરતી તરસતી રહી
આજે ઉજવી રહયું મીલન ની રાત ચોમાસુ
કલમ હજી વર્ણન કરવા ઉઠાવી ત્યાંતો
ધરતી ને આભડી ગયુ મધમધતું ચોમાસુ
કે બી સોપારીવાલા