મારી નજરુ મા છુપાવી
જો જો કોઈને ન કહેવાની
આ મૌસમની કેવી આવી રે સવારી
ભિંજાય આ ધરતી
શરમાય આ સૃષ્ટિ
સ્પર્શે એને પ્રિયતમ કેરી પ્રિતડી
મારી નજરુમા છુપાવી
જો જો કોઈને ન કહેવાની
આ મૌસમની કેવી આવી રે સવારી
મારી ભિતરે 'મૈ' સમાવી
વરસે છે ઉર્મિ એવી
એની મીઠાસ છે અનેરી
જંખી રહી આ કુદરત રાણી
કદાચ એ તો તરસી છે રહેવાની
મારી નજરુમા છુપાવી
જો જો કોઈને ન કહેવાની
આ મૌસમની કેવી આવી રે સવારી
દુર દુર્ પહુંચે છે,આ મેધાની સવારી
ગર્જે છે વિજળી રાની
અંધારે અજવાળે, મન ફાવે આવે,
ફેલાઈ સૌના અંતરે, આપે છે મૌજ્બાની
મારી નજરુમા છુપાવી
જો જો કોઈને ન કહેવાની
આ મૌસમની કેવી આવી રે સવારી