આજ મને એક,વિચાર આવ્યો
મૌતની સૈયામાં 'મૈ' મુજને જોયો
પરમ શાંતિની લહરને મળી
આનંદની જાણે તૃપ્તિ મળી
ખાસ કાંઈ નથી આ જીવન
છે સ્વાર્થથી ભરેલ આ જીવન
મારા-તારા ને ભેદ-ભરમ
ધક્કા-મુક્કી ને છે ધરમ-કરમ
ત્યજવું હતું મારે એને હર હમેશ
'મૌત' ને મળી, હર્ષ થયો વિશેષ