તડકો વનરાવન મા ફેલાયછે
પારેવા નો શોર બધે સંભળાય છે
કોઈ નો આકાર એક સરખો નથી
તોયે નાદ એક જેવો સંભળાય છે
વાયુ લહેરાતો રહે વનરાવન મા
ખુશ્બુ નો દરિયો બની લહેરાય છે
મેઘ વરસતો રહેછે એકતારા જેવો
પણ આંખે-આખું ક્યાં ભીંજાવાય છે
આખી રાત નભ ને જોતો જ રહ્યો
તારલાઓ થી હવે ક્યાં ખરાય છે
બારણું ખોલી અરે બહાર તો નીકળ
કોઈ નમણી નાર એકલી ભીંજાય છે
કે બી સોપારીવાલા