મંદિર મસ્જીદ હવે ખુદ મા બનાવો તો સારું
બહાર ઈશ્વરો હવે ક્યાંય મળતા નથી
માનવી હવે માન-સન્માન માં ખોવાઈ ગયો
માણસ આજે ખુદ માં પણ ભળતા નથી
અલગ હતા એ ઈશ્વરો જે "ભાવ" માં વસતા હતા
હવે આદમી મા ઈશ્વરો ક્યાંય મળતા નથી
બધા પાગલ છે. સમજે છે પોતાને પરમ ભક્ત
જેનો ઈતિહાસ છે એવા ભક્ત હવે બનતા નથી
કે બી સોપારીવાલા