વ્યથાના સોપાનને એમ ન વાગોળાય
એને તો પચાવાય....
સહેજ અમથું હવાનું ઝોકું આવે
ને એમ થોડું ડરી જવાય....
આતો ભારણ કેરું ભણતર
એના અર્થ ને મર્મમાં સમજાય....
આકુળ વ્યાકુળ કરી દે મહેણું હો
પણ એને તો અણગમતું જ રખાય...
છાતી માં ભડકા બળે તોય
રાખ થઈ ઉડી થોડું જવાય....
ચારે તરફ કરૂણા આક્રંદ કરે
પણ આંસુના અપમાન થોડા કરાય...
કર્મ બંધનના ઋણ અદા કરી
નફા નુકશાન થકી ઉજળા થવાય....
વ્યથાના સોપાનને એમ ન વાગોળાય
એને તો બસ પચાવાય....