શબ્દો ને આજ રડતાં જોયાં
ભીની ભીની વેદનાંમા ખપતા જોયાં
કોઈ આમ ગયા કોઈ તેમ ગયા
એક બીજાના પ્રેમમા કેવા ધાયલ થયા
શબ્દો ને આજ રડતાં જોયાં...
સાગર ને મળ્યા વિના ખારા થયા
વિણ વાંચા ઝેર સમા કડવા થયા
કેટકેટલા અરમાનો ના ખૂન કરતાં જોયા
અધીરાઈ મા વલખાં મારતા જોયા
શબ્દો ને આજ રડતાં જોયાં.....
આછી આછી એક વેદનાં એના ઉભરા થયા
સહેજ તંતુ ના આધારે બમણાં થયા
રાઈ જેવાં હતાં પણ કઠણ ડુંગરા થયા
લોંખડી મિનારાના જાણે તોતિગ થયા
શબ્દો ને આજ રડતાં જોયાં.....