તુ મારા પર વિશ્વાસ રાખજે
ને દિલ મા થોડી જગ્યા રાખજે
નથી જોઈતો મારે ચાંદ જેવો
દિપક જેવો ઉજાસ રાખજે
સાથ નીભાવશુ ક્ષણે ક્ષણ નો
બસ તું આટલું સાહસ રાખજે
નથી મળ્યા આ ધરતી ને ગગન
પણ એવો તુ આભાસ રાખજે
જેટલી મળી છે તને આ જીંદગી
એમાં તું બસ સહવાસ રાખજે
કે બી સોપારીવાલા