પ્રેમ થી ઠસોઠસ હું હૃદય ને રાખુછુ
મારા દોસ્તો ને હું વચ્ચેજ રાખુછુ
થોડા છે સમજુ અને થોડા છે ઘેલા
જેવા હોય તેવા પણ ખજાનો રાખુછુ
લોકો મને કહેછે તારા પર ખુદા ના છે બે હાથ
એમને ક્યાં ખબર છે હું ખુદા ને આગળ રાખુછુ
કિસ્મત ની બધી લાઈનો અંકાઈ છે હાથ મા
એટલે જ દોસ્તી નો બાગ સજાવી ને રાખુછુ
સવાર પડે ને એક પછી એક મળતાજ રહે છે
આવા મીત્રો સહુને મળે એવી ઈચ્છા રાખુછુ
કે બી સોપારીવાલા