અણધાર્યું અજવાળું થાય
તરસે આંખો કંઈક એવું સાચે જ થાય
અંબરમાં દિવસે તારા દેખાય
ચંદ્ર પણ એ દેખી હરખાય
મનના ઉન્માદ, શમણામાં ખોવાય
અણધાર્યું અજવાળું થાય
ભર બપોરે વરસાદ થાય
નદીયોના નીર છલકાય
પેલો સાગર તો છલોછલ ઉભરાય
ઉકરાટને પરસેવો બેબાકળાં બની જાય
અણધાર્યું અજવાળું થાય
મૌસમ મસ્ત બની હવા માં રાજ કરે
પ્રકૃતિ પણ કેટલી મસ્ત બની જાય
ચારો તરફ પછી લીલી હરિયાળી પથરાય
પછી વાતાવરણને શેની ચિંતા થાય
અણધાર્યું અજવાળું થાય
આ ધરતી ખીલેલાં બગીચાં સમ બની જાય
કુદરત પણ તે દેખી ખુબ જ હરખાય
પછી ચિંતા ને ચિંતા ગળી જાય
અણધાર્યું અજવાળું થાય
તરસે આંખો કંઇક એવું સાચે જ થાય......!!!