મસ મોટા થવાનું ક્યાં ફાવે, કે ગમે છે
બસ માટી માં આળોટવાનું મન થાય !!
આ બાળપણ કેરી મોજ સદા યાદ આવે છે
હવે ક્યાંય કંઈ એવી ગજબ મસ્તી થાય !!
ઉઘાડા બારણે આવન જાવન થતી તે સાવ બંધ છે
જોંતાં વેત બારણાં ધડામ દઈને બંધ કરી દેવાય !!
પરિસ્થિતિ સાવ બદલાણી પરવા જેવું ક્યાં છે
હવે બધાં પોતાની મસ્તી માં રચ્યાં પચ્યાં થાય !!
ઘરમાં હોય કે બહાર, ક્યાં કંઈ ફરક પડે છે
જેવું જેનું નસીબ બસ એવું કહીં છુટા પડાય !!
ભાઈબંધી હવે માત્ર ફ્રેન્ડશીપ બેલ્ટ માં ફાવે છે
બાકી તો ખેંચતાણ માં જીવન આખું નિકળે જાય !!
ઘડપણ વહેલું, જુવાનીમાં સમાઈ ગયું છે
યંગ રોગીષ્ટને આળસુ બંધે નજરે નજરાય !!
શું થાશે ભવિષ્યનું ચિંતા માત્ર વર્તમાન છે
ભૂતકાળને તો સ્મરણ કરીએ તોય નિરાંત થાય !!