હું જુકીશ નહીં
દમ હોય એટલુ જોર લગાવી ને તુ જો
હૉય દમ જેટલુ સતાવી ને તુ જો
સુખ જેટલુ મળ્યુ એને દર્દ બનાવ્યુ છે
હવે દુઃખો નો પર્વત તું ઠાલવી ને જો
ખુશી તો મળ્યા કરેછે સામાન્ય રીત થી
હોય તારા મા દમ તો રડાવી ને તું જો
જયારે પડી જાવછુ બેઠો થઇ જાવછુ
તારા મા દમ હોય તો હરાવી ને તું જો
હું નહિ જુકીસ પણ તું થાકી જઈશ
એકવાર કિનારા સુધી આવી ને તું જો
કે બી સોપારીવાલા