પથ્થરો ને શિલાઓ જેવી અમારી વ્યથા છે
એ ક્યારે પીઘળસે હવે એવી વ્યથા છે
નજર મા કેદ કર્યાછે અમે ઘરબાર છોડી ને
જંગલ હવે રહ્યા નથી અમારી એ વ્યથા છે
સજાવ્યા ઉંચા સપનાઓ બસ તમારા માટે
નથી એ ઉંઘવા દેતા અમારી એ વ્યથા છે
વતન જઈને શું કરવુ દોસ્ત તમારા વગર
વતન માં વૃદ્ધ લોકો છે અમારી એ વ્યથા છે
કે બી સોપારીવાલા