રાહ જોતો જ રહ્યો આ રાહ પર આપની
સફર કરવી હતી આ જીંદગી મા આપની
સમજી ને હજી હું રાહ જોયા કરુછું દોસ્ત
તમે વિસામણ મા પડ્યા હશો અંધકારની
કસ્તી લઈને નીકળ્યો છુ સામી રાહ મા
બસ ફીકર કર્યા કરુંછું મળે તો સંઘાથની
દૂર તમે હશો એટલા જ નજીક પણ હશો
દિલ ક્યાં સમજેછે ફીકર કર્યા કરેછે આપની
વરસાદ ની મૌસમ માં આ ગઝલ લખીછે
તમે વાંચશો તો હાં થઇ જશે આપની
કે બી સોપારીવાલા