ક્યાં વસે હરી તું
સરનામું આપ મને તું
ભલે ન મળે, મને તું
પણ તારા સ્થાનમાં રહું હું
ક્યાં વસે હરી તું
સંજોગ જો, રડું હું
સતાવે, જમાનો ડરું હું
પકડને હાથ હવે તું
આધાર મારો છે તું
ક્યાં વસે હરી તું
દોષો નથી મારા, જાણે તું
હમેશા સાથે છે, તું
જાણું હું તોય, સંસયમાં હું
ક્યાં વસે હરી તું
ઈર્ષા ભરેલ નજરોની શિકાર હું
શોધું તને આસપાસ છે તું
દર્શન દે પ્રાર્થના કરું છું
ક્યાં વસે હરી તું…..