સાગરને વ્યથા અંતરમાં નથી
એ તો આંસુને સંઘરે, તોય રડતો નથી...
ગજબ એની ખુમારી.. હોં...છે ખારો ખારો
તોય કદી તરસ્યો રહેતો નથી...
કેટલીય જીવ સૃષ્ટિની કરે રખેવાળી
તોય અભિમાન કદીયે કરતો નથી...
જે આવે એને આવકારે હોં
અનાદર કોઈનોય કદીયે કરતો નથી...
વિશાળતા તો આંકી ના શકાય હોં
તોય કોઈને એ નડતો નથી...
નથી કોઈ કિનારો એને
તોય વિસામો ક્યાં શોધતો નથી....
સમ્માનથી વધારે શું આપવું
સર્વમાં શ્રેષ્ટ છે તોય હક્ક કરતો નથી....
શિખામણનો અનંત આધાર હોં
ઘડીક બેસો પાસ તો સત્સંગની સીમા નથી....
છે એક મૌન મહાત્મા મહાન
જગે બીજો કોઈ એવો જ્ઞાની દાતાર નથી.......
સાગરને વ્યથા અંતરમાં નથી
એ તો આંસુને સંઘરે, તોય રડતો નથી...