દિવસ આવ્યો છે આઝાદી નો તેને હું વધાવું છું
આ દિવ્ય ભુમી પર આઝાદી નો ઉત્સવ મનાવું છું
આજ તો આકાશ માં તીરંગાઓ જ લહેરાશે
કલરવ કરતા પંખીઓ સાથે ઉત્સવ હું મનાવું છું
મહામૂલી આઝાદી ના ગીત ગુનગુનાવું છું
દુશ્મન ની ગોળીયોને હસતા મુખે સ્વીકારું છું
માં ભારતી ને સાથે મળી સોળે-કળાયે શણગારું છું
વીરો ના બલીદાન આગળ નીત્ય હું શીશ ઝુકાવું છું
મારા દેશ ની આઝાદી માટે દુનિયા ને હું લલકારું છું
હોય તાકાત દુસ્મનો આવો સામે તમને હું પડકારુ છું
કે બી સોપારીવાલા