મળવા આવ્યો છુ ને શરમ મા ના કરવાની
મહોબ્બત કરીયે તો ખુલ્લેઆમ કરવાની
દીલ ધડકવાનું કારણ ઈશ્વર ને પૂછી આવો
ખાલી વાતો હવામાં વહેતી નહિ કરવાની
સુગંધ ખુદ આપી દેછે પોતાનો પરીચય
એમાં પથ્થરો માં નિશાની શુ કરવાની
ગીત ગઝલ લખતા હોય તો લખી નાખો
પણ જીંદગી ને આમ વ્યર્થ નહિ કરવાની
જરુરીયાત હોય તો જાન પણ માંગી લેજો
પણ દોસ્તો દોસ્તી મા પીછેહઠ નહિ કરવાની
કે બી સોપારીવાલા