એક શબ્દ છે પ્રેમ જેને અજમાવી ને જુવો
તરસી ના જાવ તો કહેજો
એક શબ્દ છે નસીબ એની સાથે ટકરાઈ
ને જુવો હારી ના જાવ તો કહેજો
એક શબ્દ છે વફાદારી જે અજમાવી ને જુવો
જેની કિંમત શૂન્ય છે પણ બજાર માં મોંઘી-
ના મળે તો કહેજો
એક શબ્દ છે આંસુ ગમે ત્યાં છુપાવી ને રાખો
પણ આંખો થી ના ટપકી જાય તો કહેજો
એક શબ્દ છે ભગવાન અંદર થી પોકારી ને જુવો
તમારી નીષ્ઠા ને ઈચ્છા ફળી ના જાય તો કહેજો
કે બી. સોપારીવાલા