સત્ય ની રાહ પર ડર નથી હોતો
જ્યાં ડર હોય ત્યાં રસ્તો નથી હોતો
ચાલી નીકળેછે યા હોમ કરી ને જે
એને રોકનાર પણ કોઈ નથી હોતો
ઘણો સમય વહી ગયો જગત નો
સમય ને ટોકનાર કોઈ નથી હોતો
તમે પણ અજમાવી જુવો એકવાર
મરજીવા ને રોકનાર કોઈ નથી હોતો
ઇતિહાસ મા નોંધ છે હજુ આજ સુધી
જે નોંધાયા છે એનો કોઈ જોટો નથી હોતો
કે બી સોપારીવાલા