લીલું પાંદડું ય ખરી જાય
પાનખરે જ પર્ણ ખરે એવું થોડું કહેવાય
આ વસંત એમ થોડી આવે
એતો કેટલાંય વિલાપ વેઠી ને ખીલી જાય
મધ દરિયે વહાણ ગતિથી ચાલે
પણ અચાનક આંધી હચમચાવી પણ જાય
ભરબપોરે તોફાન ઉઠે, અંધકાર થાય
અનરાધાર આફતો વરસે મૌસમની હેલી કહેવાય
આ તો અમસ્તું હાસ્ય રેલાય
એને સુખથી ભરેલ સુવિધા સભર થોડી કહેવાય
મન મંથન માં કલ્પના ધોધ રેલાય
એતો ભ્રમિત સપનાં એમાં થોડું સત્ય કહેવાય
સમજ અને સમજણમાં ફેર થાય
આંધળા બની વહેમમાં વિનાશ થોડો કરાય